આંબાપાણીના પ્રા.રાજેશ પટેલને PHDની પદવી એનાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના આંબાપાણીના અને હાલમાં એચ.એલ.પટેલ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા.રાજેશ એમ.પટેલએ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાંથી પીએચડીની પદવી પ્રાપ્ત કરેલ છે. તેમનો વિષય વિકાસના આયોજીત કાર્યક્રમ આદિમ જુથમાં આવેલા આર્થિક પરિવર્તનો (સુરત, વલસાડ, ડાંગના સંદર્ભમાં હતો)તેમના માર્ગદર્શક ડો. રાજીવ પટેલ હતા. રાજેશ પટેલ, એ.બી.પટેલ કોમર્સ કોલેજ બીલીમોરામાં પ્રાધ્યાપક હતા અને તાલુકા પંચાયત વાંસદામાં ભૂતપૂર્વ વિપક્ષના નેતા પણ હતા. તેમણે પીએચડી પદવી પ્રાપ્ત કરી કુકણા સમાજનું ગૌરવ વધાર્યુ છે. કોલેજના પ્રિન્સીપાલ સ્ટાફ પરિવારે મિત્ર મંડળે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...