તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાયન્સ કલબ દ્વારા ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | ઈન્ટરનેશનલએસોસિએશન ઓફ લાયન્સ કલબના લાયન્સ કલબ આંતલીયા, બીલીમોરા તલોધના ફિડર રોડ ખાતેના નવી બંધાયેલી શિવદીપ કોમ્પલેકસ ખાતે અત્યાધુનિક ડાયાલિસિસ સેન્ટરનું 11મી જૂન રવિવારે બપોરે 2.30 વાગે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેનું ઉદઘાટન લાયન્સ ઈન્ટરનેશનલના ડાયરેકટર અરૂણા ઓસ્વાલના હસ્તે કરાશે. પ્રસંગે નવસારીના સાંસદ સી.આર. પાટીલ પણ મહેમાન તરીકે હાજર રહેશે. ઉપરાંત દાન આપનારા દાતાઓ પણ ઉપસ્થિત રહેશે. સેવાકીય કાર્ય માટે લાયન્સ કલબ આંતલીયાને સ્વ. કાનજીભાઈ લીંબાણીનું પણ મોટુ દાન પ્રાપ્ત થયું છે.

અન્ય સમાચારો પણ છે...