તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ટેબલટેનિસ સ્પર્ધા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |નવસારી ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા બીલીમોરા ખાતે નવસારી જિલ્લા ટેબલટેનિસ સ્પર્ધા 18મી જૂન રવિવારે યોજાનાર છે. જેમાં અંડર-12 કેડેટ, સિંગલ્સમાં 1-1-2006 પછી જન્મેલા, અંડર-15 સબજુનિયર ભાઈઓ-બહેનો સિંગલ્સમાં 1-1-2003 પછી જન્મેલા, અંડર-18 જુનિયર ભાઈ-બહેનો સિંગલ્સમાં 1-1-2000 પછી જન્મેલા, અંડર-21 યુથ ભાઈ-બહેનો સિંગલ્સ 1-1-1997 પછી જન્મેલા. વુમન્સ અને મેન્સ સિંગલ્સમાં કોઈપણ ઉંમરના ખેલાડીઓ જે શાળા, કોલેજ કે નવસારી જિલ્લામાં રહેતા હોય તેવા ખેલાડીઓ ભાગ લઈ શકશે. ભાગ લેનારા ખેલાડીઓએ 16મી જૂન સુધીમાં પોતાના ફોર્મ અને જન્મના પુરાવા સાથે મંત્રી કેરમાન પટેલ નવસારી, મો.નં. 81287 87676, પ્રમુખ ડો. ભાવેશ દેવતા મો.નં. 9409418841, આયોજક મંત્રી ડો.મયુર પટેલ મો.નં. 98253 73111 અને મયુર મિસ્ત્રી 94261 17799ને જમા કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...