તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાવિલ સમાજ દ્વારા રસોઇ શોનો કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાઅનાવિલ વાડી ખાતે શનિવારે અનાવિલ મંડળ ધ્વનિ વૃંદ તેમજ દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન (સોગાયો) દ્વારા રસોઈ શો 2017 અને વાનગી સ્પર્ધા યોજાઈ હતી. 102 જાતની અવનવી વાનગીઓ સ્પર્ધકોએ રજૂ કરી હતી. સુરતના ઉષ્મા દેસાઈએ ગૃહિણીઓને વિવિધ માહિતી પ્રદાન કરી હતી. સ્પર્ધાને જાણવા માણવા માટે 300થી વધુ અનાવિલ સમાજની મહિલાઓ હાજર રહી હતી.

બીલીમોરા અનાવિલ ખાતે અનાવિલ સમાજ અનાવિલ મંડળ ધ્વનિવૃંદ અને દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન (સોગાયો) સુરતના સંયુકતપણે રસોઈ શો 2017 અને વાનગી સ્પર્ધા યોજાઈ હતી.

કાર્યક્રમમાં 300થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રસંગે મોના દેસાઈ, મીનુ દેસાઈ, સોનલ દેસાઈ, પ્રજ્ઞેશ નાયક, રાજેશ દેસાઈ સહિત 300થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. વાનગી સ્પર્ધામાં નમકીન અને મીઠાઈમાં ત્રણ ત્રણ ઈનામોના રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા.

અનાવિલ સમાજ દ્વારા રસોઈ શો યોજાયો હતો. તસવીર-પ્રબોધભીડે

અન્ય સમાચારો પણ છે...