તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાંદરખામાં ખેતરમાંથી પસાર થવા બાબતે બે પક્ષ વચ્ચે મારમારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીક આવેલા નાંદરખા ગામે બે પરિવારો વચ્ચે રસ્તા ઉપરથી પસાર થવા બાબતે બોલાચાલી બાદ ધારીયા, લાકડા વડે સામસામી મારામારીમાં બે જણાં ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનામં પોલીસે બંને પક્ષો સામે ફરિયાદ દાખલ કરી 8 જણાં સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીલીમોરા પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીક આવેલા નાંદરખા ગામે ઉગમણા ફળિયામાં બે પરિવાર વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં ભાણાભાઈ મોહનભાઈ પટેલના ઘરની બાજુમાંથી પસાર થતા રસ્તા પરથી સાગર દિનેશભાઈ પટેલ પસાર થઈ રહ્યા હતા ત્યારે ભાણાભાઈ પટેલે સાગરને કહ્યું હતું કે તમે અમને અમારા લાકડા લઈ જતા તમારા ખેતરમાંથી પસાર થતા કેમ રોકો છો તો તમે અમારી માલિકીની જગ્યામાંથી કેમ આવજાવ કરો છો આવું કહેતા બંને વચ્ચે ચકમક ઝરી હતી. ઉગ્ર બોલાચાલી થતા બંનેનો અવાજ સાંભળી સાગરના પરિવારમાથી માતાપિતા રેખાબેન તથા દિનેશભાઈ આવી પહોંચ્યા હતા તેમજ ભાણાભાઈના પરિવારમાંથી પરિવારના સભ્યો પણ દોડી આવ્યા હતા. બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધારીયા, લાકડા તેમજ ઈંટો ઉછળી હતી. જેમાં સાગર અને દિનેશભાઈને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મારામારીની ઘટના સંદર્ભે સાગર પટેલે પાંચ જણા સામે જ્યારે સામા પક્ષે ભાણાભાઈએ 3 સામે ફરિયાદ ...અનુસંધાન પાના નં. 2

બંને પક્ષની સામસામી ફરિયાદ, પોલીસે 5ની અટક કરી

અન્ય સમાચારો પણ છે...