• Gujarati News
  • બીલીમોરામાંભલે ગણપતિબાપાની વિસર્જન પ્રક્રિયા તંત્રના કહેવા પ્રમાણે શાંતિથી પાર

બીલીમોરામાંભલે ગણપતિબાપાની વિસર્જન પ્રક્રિયા તંત્રના કહેવા પ્રમાણે શાંતિથી પાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાંભલે ગણપતિબાપાની વિસર્જન પ્રક્રિયા તંત્રના કહેવા પ્રમાણે શાંતિથી પાર પડી ગઈ હોય પણ વિસર્જન યાત્રાના ગણેશ મંડળના સભ્યો ઉપર બજાર વિસ્તારના એક નશામાં ધૂત યુવાને તે મંડળના સભ્યો ઉપર જ્વલનશીલ પદાર્થ નાંખતા અફડાતફડી મચી ગઈ હતી. વાતને દબાવી દેવામાં આવી હોવાની જાણકારી બહાર આવી છે.
બીલીમોરાના ગૌહરબાગ વિસ્તારનું એક ગણપતિ મંડળ તેમના ગણપતિની વિસર્જન યાત્રામાં મશગુલ હતા ત્યારે મંડળ બજાર બંદર પર પહોંચતા મંડપની સ્ત્રીઓની વચ્ચે બંદર મહોલ્લામાં એક નશામાં ધૂત યુવક નાચવા ઘૂસી જઈ સ્ત્રીઓ સાથે અડપલા કરવાનું શરૂ કરી દીધું હતું. જેનો તે મંડળના પુરૂષ સભ્યોએ વિરોધ કરી પેલા નશામાં ધૂત યુવકને સ્ત્રીઓથી દૂર રહેવા જણાવ્યું હતું પણ નશામાંધૂત યુવાન એકદમ ઉશ્કેરાઈ ગયોને થોડાક સમયમાં તેણે કોઈક જ્વલનશીલ પદાર્થ નાંખતા થોડીક ક્ષણ માટે તો ત્યાં અફડાતફડી મચી ગઈ હતી.
ગૌહરબાગના મંડળ સાથે બનેલી ગંભીર હરકતથી સ્તબ્ધ થઈ ગયેલા મંડળના સ્ત્રી, પુરૂષ સભ્યો કઈપણ વિચાર કર્યા વગર પોતાના ગણપતિબાપાની પ્રતિમાને વિસર્જન સ્થળે ઝડપથી ત્યાંથી લઈ જતા રહ્યા હતા. જોકે બનાવની જાણ સ્થળ પર તૈનાત પોલીસોને મંડપના સભ્યોએ જણાવી હતી પણ પોલીસે એવુ કહી વાતને રફેદફે કરી નાંખી હતી હમો કેટલી જગ્યાએ પહોંચી વળીએ. ભોગ બનનારાઓને કડવો અનુભવ થતા તેઓ ફરિયાદ આપવા માટે અચકાય છે, લાચાર છે પણ શું પોલીસ પણ લાચાર છે પોલીસ બનાવથી સારી રીતે વાકેફ છે ને ઘણાં ખરા બનાવોમાં શું પોલીસ ફરિયાદી બનીને કાર્યવાહી કરે છે તો બનેલા ગંભીર બનાવમાં પોલીસે જાતે ફરિયાદી બનીને કાર્યવાહી શું કરવી જોઈએ
અમે કેટલી જગ્યાએ પહોંચી વળીએ
બનાવબનતા સ્થળ પર હાજર પોલીસને મંડળના સભ્યોએ અંગે ફરિયાદ કરી હતી. પરંતુ સ્થળ પર હાજર પોલીસે એવો જવાબ આ5યો હતો કે અમે કેટલી જગ્યાએ પહોંચી વળીએ.
વાત મારા ધ્યાન પર આવી હતી
જેબનાવ બન્યો છે તે ખરેખર બીલીમોરા માટે શરમજનક બનાવ કહેવાય. શાંત અને સમૃદ્ધ બીલીમોરામાં બનેલ બનાવ ખરેખર આઘાતજનક છે. તેમણે પણ હવે તો બીલીમોરામાં કોઈ કડક ફોજદારની નિમણૂક કરાય તેવી લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે પોતે ગણેશ વિસર્જન વખતે છેવટ સુધી હાજર હતા ત્યારે મંડપની સ્ત્રી, પુરૂષો પર જ્વલન પદાર્થ નંખાયાનું તેમના ધ્યાને પણ આવ્યું હતું અને તેમણે પણ કહ્યું કે ભલે કોઈક કારણોસર ભોગ બનનારાઓ ફરિયાદ નથી કરી તો શું આવા ગંભીર બનાવમાં પોલીસ જાતે ફરિયાદી બનીને પણ પગલા તો