બીલીમોરાના બીગરી પાસે દારૂની હેરાફેરી કરતી બે મહિલા પકડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાપોલીસે બાતમીના આધારે બે બનાવોમાં દારૂની હેરફેર કરતી બે મહિલાને ઝડપી પાડી બે મોપેડ તથા દારૂ સહિત કુલ 78900નો મુદ્દામાલ સાથે બે મહિલાને ઝડપી પાડી હતી.

બીગરી તરફથી મોપેડ (નં. જીજે-21-એએફ-3782) ઉપર દારૂ લવાતો હોવાની બાતમી મળતા તપાસ કરી હતી. મોપેડની આગળના ભાગે 120 નંગ દારૂની બોટલ કિંમત રૂ. 7200 મળી આવી હતી. મોપેડચાલક નિમિષા પટેલની અટક કરી હતી. પોલીસે દારૂ સહિત મોપેડ કિંમત રૂ. 30 હજાર તથા મોબાઈલ મળી કુલ રૂ. 38700નો મુદ્દામાલ કબજે લીધો હતો.

બીજા બનાવમાં પોલીસે બીગરી તરફથી બીલીમોરા મોપેડ ઉપર દારૂ લવાઈ રહ્યો છે એવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન મોપેડ (નં. જીજે-21-એજી-8067) આવતા તપાસ કરતા 120 દારૂની બોટલ કિંમત 7200 મળી હતી. પોલીસે મોપેડ ચાલક સીમા પટેલની ધરપકડ કરી દારૂ સહિત મોપેડ કિંમત રૂ. 30હજાર તથા મોબાઈલ મળી કુલ રૂ. 40200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બે બનાવમાં દારૂ સહિત કુલ 78900નો મુદ્દામાલ કબજે લેવાયો

અન્ય સમાચારો પણ છે...