ટૂંક સમયમાં નાણાં ડબલ કરવાની લાલચે બીલીમોરાના વૃદ્ધે 35.30 લાખ ગુમાવ્યા
બીલીમોરાખાતે રહેતા રીટાયર્ડ બેંક કર્મચારીને એક શાતીર ભેજાબાજ ઠગે ફોન પર રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી જાહેરાત બતાવી તેમને વાતોમાં ભેળવીને તેમની પાસે તેમના રૂપિયા સરકારી પ્રોજેક્ટમાં રોકાણ કરાશે જેબ હાને ટુકડે ટુકડે રૂ. 35,30,990 રૂપિયા જેટલી માતબર રકમ ભરાવડાવી છેતરપીંડી કરતા ચકચાર મચી છે. બીલીમોરા પોલીસે ઠગો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીલીમોરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અશોકકુમાર જગન્નાથ ચૌહાણ, રીટાયર્ડ બેંક કર્મચારી રહે.લક્ષ્મી પેલેસ,સ્ટેશન રોડ તેમણે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 10 માસ અગાઉ તેમના મોબાઇલ ફોન ઉપર કોઇ વિશાલ ભારદ્વાજ નામના શખ્સને ફોન આવેલ જેણે અશોકકુમાર ચૌહાણને પોતાની સુફીયાણી વાતો કરી તેમને તેમના રૂપિયા સરકારી પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ થશે અને તમે જે રકમ ભરો એના કરતા છગણી રકમ તમને પરત મળશે એવી લોભામણી સ્કીમ બતાવી તેમને વાતોમાં ઉલજાવ્યા હતા. ગણતરીનાં મહિનામાં રૂપિયા ગણા થવાની સ્કીમમાં અશોકકુમાર ચૌહાણ આવી જતા વિશાલ ભારદ્વાજે HDFC બેંકનો નિતીનકુમાર નામના શખ્સનો બેંક એકાઉન્ટ નંબર આપી તેમાં રૂપિયા ભરવાનું જણાવતા અશોક ચૌહાણે ટુકડે ટુકડે અલગ અલગ તારીખોએ કુલ મળી રૂ. 35,30,990 નિતીનકુમારના .અનુ. પાના નં. 2
રૂપિયા સરકારી પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ થશે અને ગણા થશે એવું જણાવાયું