તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુવનેશ્વરીપીઠ ગોંડલનાં સહયોગથી દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ આયુર્વેદિક નિદાન કેમ્પોનું આયોજન થયું છે. ભુવનેશ્વરી પીઠ કાર્યાલય નવસારીનાં રમેશભાઇ બી.રાણાએ જણાવ્યું હતું કે તે અનુસાર 4-12-2016 ને રવિવારનાં રોજ સવારે 3થી 6 દરમિયાન ભુવનેશ્વરી પીઠ કાર્યાલય, રોયલ કોમ્પ્લેક્ષ, મામા ચેવડાવાલાની બાજુમાં બજારગેટ પાછળ કેમ્પ યોજાશે. ઉપરાંત તા.5-12-2016 ને સોમવારનાં રોજ સવારે 9થી 12:30 દરમિયાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ બીલીમોરા તથા 3થી 6 દરમિયાન વલસાડ મુકામે ભુવનેશ્વરી આયુર્વેદ દર્શન, દુકાન નંબર 14 કસ્તુરબા હોસ્પિટલ નજીક,ગીતા સદન સામે યોજાશે.તા.6-12-2016ને મંગળવારે સવારે 9થી 12 દરમિયાન હનુમાન મંદિર, હનુમાન રોડ, દેસાઇવાડ વાપીમાં યોજાશે.ભુવનેશ્વરી પીઠ ગોંડલના પ્રસિધ્ધ તથા નિષ્ણાંત વૈદરાજ દર્દીઓને વિનામુલ્યે તપાસી સલાહ સુચન આપશે.

અન્ય સમાચારો પણ છે...