કેસલીથી રૂ. 30, 400નો દારૂ ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાપોલીસે બાતમી આધારે કેસલી હાઇસ્કુલ ફળિયા પાસેથી દારૂ લઇ જતા એક બુટલેગરને રૂ.5400ના અંગ્રેજી દારૂ સાથે ઝડપી અંગ્રેજી દારૂ તથા મો.સાસહિત કુલ રૂ.30400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.બીલીમોરા પોલીસે બાતમીના આધારે કેસલી હાઇસ્કુલ ફરિયા પાસે વોચ ગોઠવી કેસલી હાઇસ્કુલ ફરિયા પાસેથી એક શખ્સ પોતાની કબજાની મો.સા નં.જીજે-21-એ.એસ-9820 પર દારૂ લઇ જઇ રહ્યો હતો તેને અટકાવી પુછતાછ કરતા તેની પાસેથી દારૂ નંગ 90 બોટલ, કિંમત રૂ.5400 મો.સાસવાર મુકેશ ઉર્ફે કાલીયો રાયસીંગ પટેલની ધરપકડ કરી દારૂ તેમજ તે મો.સા કિંમત રૂ.25 હજાર સહિત કુલ રૂ.30400 નો મુદ્દામાલ કબજે લઇ આરોપી સામે પ્રોહીબીશનના ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...