તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટી ગામના યુવકનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના પાટી ગામના નિશાળ ફળિયામાં રહેતા યુવાનને આલીપોર રોડ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતા ફંગોળાયેલા યુવકનું ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બીલીમોરા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.

બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બીલીમોરા નજીકના પાટી ગામે નિશાળ ફળિયામાં રહેતો ભરત ઠાકોરભાઈ પટેલ (ઉ.વ. 30) ગતરોજ રાત્રે તેમની હોન્ડા શાઈન બાઈક (નં. જીજે-21-એસી-6904) પર પાટી ગામથી કરંજદેવી રોડ ઉપરથી પસાર થતો હતો. સમયે આલીપોર રોડ ઉપર પાટી ગામની સીમમાં મહાદેવ રેસિડન્સી સામે તેમની બાઈકને કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ભરતભાઈ પટેલ બાઈક પરથી ફંગોળાતા તેમને માથા, પેટ અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક ભરતભાઈના એપ્રિલ 2015માં લગ્ન થયા હતા. તેમને 6 માસનો એક બાળક છે. તેઓ છૂટક મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અંગે ભરતભાઈના મોટાભાઈ નવીનભાઈ પટેલે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે કોઈ મોટા ટેમ્પોએ તેના ભાઈની બાઈકને ટક્કર મારી હોવાનું તેમજ સ્થળ ઉપર હાજર લોકોમાં ચર્ચા ચાલતી હતી. જોકે હજુ સુધી કયા વાહને ટક્કર મારી અકસ્માત કર્યો તે જાણવા મળ્યું નથી. બનાવની વધુ તપાસ બીલીમોરાના સેકન્ડ પીએસઆઈ સાંકરીયા કરી રહ્યા છે.

મરનાર કરંજદેવીથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અકસ્માત

અન્ય સમાચારો પણ છે...