• Gujarati News
  • બીલીમોરાની ચીકલવાડીનો આધેડ ગુમ

બીલીમોરાની ચીકલવાડીનો આધેડ ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા ગાયકવાડ મિલ ચાલ પાસેની ચીકલવાડી વિસ્તારનો આધેડ ખીમજી જયસીંગ સોસા છેલ્લા સાડા ત્રણ મહિનાથી ગુમ થઈ જતા તેમના ભાઈએ પોલીસમાં જાણ કરી છે. ગત તા.૫-૨-૨૦૧૪ની સવારે બીલીમોરા ગાયકવાડ મિલ ચાલ વિસ્તારની ચીકલવાડી ખાતે રહેતા ૫૮ વર્ષીય ખીમજીભાઈ જયસીંગભાઈ સોસા સવારે આઠ વાગ્યે પોતાના ઘરેથી કોઈને કંઈ કાા વગર કયાંક ચાલવ્યા ગયા છે. તે દિવસથી ખીમજી સોસા લાપતા બનતા પરિવારે તેમની શોધખોળ કરવા છતાં તેમનો પત્તો ન લાગતા આખરે સાડા ત્રણ મહિના જેટલી લાંબી શોધખોળ બાદ ખીમજી સોસાના ભાઈ વાલજી જયસીંગભાઈ સોસાએ બીલીમોરા પોલીસમાં તેમના ભાઈ ગુમ થયાની જાણ કરી છે.