ગોયંદીના વૃદ્ધનું જોરાવાસણ પાસે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના ગોયંદી ગામે રહેતા 70 વર્ષીય વૃધ્ધ ખેડૂતનું જોરાવાસણ પાસે રેલવે ટ્રેકનાં પૂર્વ ભાગમાં કોઇ ટ્રેનની અડફેટે ચઢી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.

બીલીમોરા નજીકના ગોયંદી ગામે નીચલા ફળિયામાં રહેતા 70 વર્ષીય ખેડૂત બાવાભાઇ મીઠ્ઠુલભાઇ પટેલ તેમના રોજીંદા નીત્યક્રમ મુજબ પોતાના ખેતરે જોરાવાસણ પાસે આવેલ ખેતરે કામ અર્થે ગયા હતા.વયોવૃધ્ધ હોવાથી તેમને આંખે ઓછુ દેખાતું હતું. તેમજ કાને પણ ઓછુ સંભળાતું હતું. તેમનું ખેતર જોરાવાસણ રેલવે ટ્રેક નજીક હોવાથી સંભવત: તેઓ રેલવે ટ્રેક પાસે કોઇ કામ અર્થે ગયા હતા તે દરમિયાન તેમની કોઇક ટ્રેનની અડફેટે આવી ટક્કર વાગવાથી તેઓ ટક્કર વાગી ફંગોળાતા તેમને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ કોઇકનું જોરાવાસણ રેલવે ટ્રેક પાસે ટ્રેનની ટક્કરે મોત નીપજ્યું હોવાના સમાચાર ગ્રામજનોને ખબર પડતા બાવાભાઇ પટેલના પુત્ર જગદીશ બાવાભાઇ પટેલનેે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...