તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલોટીના યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનજીકના વલોટી ગામે 37 વર્ષીય પરીણિત યુવકે અગમ્ય કારણસર પોતાના ઘરમાં એંગલથી લટકી ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી દીધુ હતું. અંગે બીલીમોરા પોલીસમાં મરનારના પિતાએ જાણ કરી હતી.

અંગે બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીકના વલોટી ખાતે રહી મજૂરી કામકાજ કરતા સતીષભાઈ શંકરભાઈ હળપતિએ ગતરોજ રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણસર તેમના વલોટીના બ્રહ્મદેવ ખાતેના ઘરમા લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. સતીષભાઈ વલોટી ખાતે સરકારી આવાસમાં પત્ની, એક પુત્ર તેજસ અને એક પુત્રી ખુશ્બુ તેમજ માતાપિતા સાથે રહેતો હતો.

ગતરાત્રિ દરમિયાન તેમનો પરિવાર સુતો હતો ત્યારે પગલું ભરી લીધુ હતું. તેમની પુત્રીએ તેમને ફાંસો ખાધેલી હાલતમાં જોતા બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં સતિષભાઇનુંં મોત નીપજ્યું હતું.

પિતા શંકરભાઈનો સતીષ એકનો એક પુત્ર હતો. બનાવ અંગેની જાણ મૃતક સતીષભાઈના પિતા શંકરભાઈ હળપતિએ બીલીમોરા પોલીસને કરી હતી. કેસની આગળની વધુ તપાસ બીલીમોરા પોલીસના એએસઆઈ મનુભાઈ મકનભાઈ કરી રહ્યા છે.

પરિવાર સૂતો રહ્યો અને યુવાને ઘરમાં આકરું પગલું ભર્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો