તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસોઈ બનાવતાં સાડીના છેડામાં આગ લાગતાં પરિણીતા દાઝી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનજીકના તલોધ ગામે રસોઈ કરતા વેળા પરીણિતા દાઝી જતા પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તેની સારવાર હેઠળ છે.

બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીકના તલોધ ગામે પટેલ ફળિયા ખાતે રહેતી આશાબેન મિલનભાઈ જીતલાલ ગુપ્તા (ઉ.વ. 27) પોતાના ઘરમાં રસોઈ બનાવી રહી હતી. સમયે તેનો સાડીનો છેડો અકસ્માતે સગડી ઉપર પડયો હતો, જેથી તેણી ભડભડ સળગવા લાગતા હાથ અને પગના ભાગે દાઝી ગઈ હતી.

આશાબેનની બૂમાબૂમ સાંભળતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા આગને ઓલવી દીધી હતી અને તેણીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં બીલીમોરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. બનાવની પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધ કરી બીલીમોરા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીલીમોરા પોલીસે જાણવા જોગ ફરિયાદ લીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો