તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય હોવા પર ગર્વ નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયંુ છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનીપાંચાલ સમાજવાડી ખાતે જૈન સમાજના જૈન મુનિ વિમલસાગરસૂરિશ્વરજી મ.સા.એ સંસ્કાર કે સર્વનાશ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. ધર્મ, સંપ્રદાય, સંસ્કૃતિ અને સંસ્કારથી ઉચ્ચ મૂલ્યોની જાળવણી માટે આહવાન કર્યું હતું.

આજરોજ બીલીમોરા પાંચાલ સેવા સમાજની વાડી ખાતે જૈન આચાર્ય વિમલસાગરસૂરિશ્વરજી મ.સા.એ 80 કિલોમીટરની પદયાત્રા સાથે જૈન, હિન્દુ સંસ્કૃતિનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમણે સમગ્ર હિન્દુ સમાજને જાગૃત કરવા અર્થે ઢંઢોળતા સંસ્કૃતિ, ધર્મ પરંપરાની જડને મજબૂત બનાવી વિદેશી સંસ્કૃતિ ખાન-પાન જેવા વ્યસનોથી નવી પેઢીને દૂર રાખવા સમજ આપી હતી. આજે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો, પ્રતિભાઓ વિદેશમાં સ્થાયી થઈ રહી છે. તનથી ભારતીય છે પણ મનથી ભારતીય નથી. ભારતીય છો જરૂર પણ ભારતીય હોવા પર ગર્વ નથી એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. સંસ્કૃતિથી સંસ્કાર મજબૂત બને છે. સમાજમાં વસતિનું પ્રમાણ જળવાશે તો આવનારા વર્ષોમાં સૌથી વધુ નુકસાન જૈન હિન્દુ સંસ્કૃતિને થનાર છે.

બીલીમોરા પાંચાલ સમાજ વાડી ખાતે જૈનમુનિનું પ્રવચન યોજાયું હતું.

બીલીમોરા પાંચાલ સમાજ વાડીમાં વિમલસાગરનું પ્રવચન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો