તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા પાનાનું અનુસધાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણપતિજીનીમોટી મૂર્તિઓને નદીના પાણીમાં વિસર્જીત કરવા માટે ક્રેનની વ્યવસ્થા સ્થાનિક તરવૈયા રસ્તામાં અલગ અલગ સ્થળોએ પાણીની વ્યવસ્થા મેડીકલ સ્ટાફની પણ વ્યવસ્થા માટે મિટીંગમાં સૂચનો આપ્યા હતા. મૂર્તિ વિસર્જન માટે પલેક ટંડેલ ઘણા વર્ષોથી મૂર્તિ વિસર્જન માટે બંદર પર સેવા આપે છે.

વિસર્જન દરમિયાન સ્થાનિક પોલીસ પીઆઇ,પીએસઆઇ SRP નાં જવાનો હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ મળી 200 થી વધુ પોલીસના માણસો બંદોબસ્ત જાળવશે. રસ્તે આવતા નડતરરૂપ ઝાડો,જીઇબીના વાયરો હટાવવા માટે મીટીંગમાં ચર્ચાવવામાં આવ્યું હતુ. વિસર્જન યાત્રા શરૂ થતા ટ્રાફીકનો રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવેલ છે. બીલીમોરા પો.સ.ઇ ડી.ડી.ઝાલાએ પણ આયોજકો પાસેથી સરકારની અપેક્ષાની અપીલ કરી હતી. કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન કરતા માલુમ પડશે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે એમ જણાવ્યું હતુ. ગણેશ મંડળના સંચાલકો આયોજકોએ પણ વર્ષોની પરંપરા મુજબ યોગ્ય રીતે વિસર્જન યાત્રા પાર પડે એવી અપીલ કરી હતી. આજની મિટીંગમાં પાલિકા પ્રમુખ સુમનલતાબેન વર્મા, પ્રજ્ઞેશભાઇ પટેલ, મલંગભાઇ કોલીયા, મુકેશભાઇ પટેલ, રીપલ પટેલ તેમજ ગામના અગ્રણીઓ સહીત સોમનાથ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહયા હતા અને આનંદચોદશનો પવિત્ર પર્વ વિસર્જન યાત્રા ખરાઅર્થમાં આનંદથી પાર પડે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...