તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસર્જનવેળા નડતરરૂપ વાયર હટાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાખાતે આગામી 5મી સપ્ટેમ્બરના રોજ થનાર ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્વિઘ્ને પાર પડે તે અંગે બીલીમોરા પોલીસ દ્વારા સોમનાથ સંકુલ ખાતે ગણપતિ મંડળના આગેવાનો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા બીલીમોરામાં સ્થાપના થયેલ નાની-મોટી 500થી વધુ મુર્તિઓનું વહેલું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી હતી.

બીલીમોરામાં ગણપતિ ઉત્સવ દરમિયાન નાની મોટી મળી કુલ 500થી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આગામી 5મી સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન થવાનું હોય બીલીમોરા પોલીસ દ્વારા શનિવારે સંધ્યાકાળે સોમનાથ રામીબેન આમલીયન હોલ ખાતે ગણપતિ મંડળના આયોજકો તેમજ અગ્રણીઓ સાથે શાંતિ સમિતીની બેઠક યોજી હતી. તે સાથે વિસર્જન સ્થળ અંબિકા નદી બંદર ઉપર વિસર્જન સ્થળે પાલિકા દ્વારા મોડી રાત્રે વિસર્જન કરતી વખતે કોઇ તકલીફ પડે તે માટે ફોકસ લાઇટની વ્યવસ્થા માટે ઉપસ્થિત સ્થાનિક વિદ્યુત કચેરીને યોગ્ય વ્યવસ્થા માટે સૂચન કરવા માંગણી કરી હતી. અનુસંધાન પાના નં. 2

બીલીમોરા સોમનાથ ખાતે શાંતિ સમિતીની બેઠક મળી. તસવીર-પ્રબોધભીડે

બીલીમોરા સોમનાથ સંકુલ ખાતે શાંતિ સમિતીની બેઠકનું આયોજન થયું

અન્ય સમાચારો પણ છે...