• Gujarati News
  • બીલીમોરામાં રવિવારે હોમિયોપેથિક કેમ્પનું આયોજન

બીલીમોરામાં રવિવારે હોમિયોપેથિક કેમ્પનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા |જાયન્ટસ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા છેલ્લા 35 વર્ષની કાયમી ધોરણે દર્દીઓના લાભાર્થે હોમિયોપેથિક દવાખાનુ રાહતદરે કાર્યરત છે. 12મી એપ્રિલને રવિવારે કલ્યાણ ચેમ્બર બીલીમોરામાં આવેલા એમ.વી.શાહ જાયન્ટસ હોલમાં હોમિયોપેથી ડોકટરો વિનામૂલ્યે દર્દીઓને તપાસશે. રૂ. 20ના રાહતદરે અઠવાડિયાની દવા આપવામાં આવશે. કેમ્પનો આર્થિક સહયોગ ગુંદલાવ જીઆઈડીસી ફેકટરી હબ એન્જિનિયરિંગના માલિક તરફથી ગ્રુપને જાયન્ટસ પૂર્વપ્રમુખ પ્રધ્યુમનભાઈ શાહ દ્વારા પ્રાપ્ત થયો છે.