તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસ કટરથી એંગલ કાપતી વેળા મહિલા દાઝી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનજીકના આંતલીયા જીઆઈડીસીમાં ભંગારવાળાની દુકાનમાં ગેસકટર મશીન દ્વારા એંગલ કાપતી વેળાએ ગેસ પાઈપ કપાઈ જતા નજીકમાં કામ કરી રહેલી મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી.

બીલીમોરા જીઆઈડીસી આંતલીયા ખાતે સત્યનારાયણ હરિલાલ ગુપ્તા શિવશક્તિ નગરમાં ભંગારની દુકાન આવેલી છે. આજરોજ સવારે ભંગારની દુકાનમાં એંગલો કાપવાનું કામ ગેસ કટર મશીનથી કટિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે ગેસકટરનો રબરનો પાઈપ જેમાંથી બોટલ દ્વારા ગેસ સપ્લાય થાય છે તે પાઈપ કોઈ કારણસર અચાનક લિકેજ થતા મોટો ભડકો થયો હતો. તે સમયે ભંગારના કારખાનામાં કામ કરી રહેલી મહિલા રમીલાબેન જયંતિભાઈ પટેલ (ઉ.વ. 45) ભડકાની ઝપેટમાં આવી હતી, જેના કારણે તે ગંભીર દાઝી ગઈ હતી. દુકાનમાં કામ કરતા કર્મચારીઓએ તેને બચાવવાના પ્રયત્નો કરી આગ ઓલવી નાંખી હતી. દાઝી ગયેલી મહિલાને બીલીમોરા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આગ ઓલવવા જતા દુકાનનો માલિકનો હાથ પણ દાઝી ગયો હતો. તેમણે રમીલાબેનને સારવાર અર્થે દવાખાનામાં દાખલ કરાવી છે. સત્યનારાયણ ગુપ્તાએ આપેલી ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો