તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ભારતીયો દ્વારા અખંડ રામાયણ પાઠનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરામાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકો દ્વારા તુલસીદાસ જયંતી અવસરે સર્વજન સુખાર્થે 25મો વાર્ષિક ઉત્સવના કાર્યક્રમ અંતર્ગત પ.પૂ. ગોસ્વામી તુલસીદાસ કૃત રામાયણ નું અખંડ પારાયણ રાખવામાં આવ્યું હતું. શુક્રવાર તા. 17મી ઓગસ્ટ ના રોજ સવારે 8 :00 વાગ્યાથી આ રામાયણનો અખંડ પાઠ શરૂ કરવામાં આવ્યો હતો. જે શનિવાર તા.18મી ઓગસ્ટ સુધી અખંડ પાઠ ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બીલીમોરા તેમજ આજુબાજુના ગામોમાં વસતા ઉત્તર ભારતીય સમાજના અને મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. બીલીમોરા ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ અને આગેવાન પારસનાથ આર. શુક્લ અને મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અખંડ રામાયણ પાઠ સમાપ્તિ બાદ સૌ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...