તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરા પાંચાલ સમાજના સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચાલસમાજ આયોજિત 38મા સમૂહ લગ્નોત્સવનું આયોજન બીલીમોરા ખાતે થયું હતું. લગ્નોત્સવમાં 4 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની શરૂઆત કરી હતી.

પાંચાલ સમાજ દ્વારા રવિવારે બીલીમોરા એલ.એમ.પી. રેવા સાંસ્કૃતિક ભવન પાંચાલ વાડી ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ઉદવાડા (તલાસરી), વલસાડ, કેવડી, ઉમરપાડા, ખડસુપા, સુરત, રાનકુવા, ધરમપુરના ચાર લગ્નવાંચ્છુક યુગલોએ પ્રભુતામાં પગલા પાડી તેમના નવજીવનની શરૂઆત કરી હતી. પાંચાલ સેવા સમાજ બીલીમોરા સમાજને સંગઠિત કરી એકતાંતણે બાંધવા સાથે સમાજલક્ષી વિવિધ સેવાકાર્યો કરે છે. 38 વર્ષથી સમૂહલગ્નના આયોજન થકી 200થી વધુ લગ્નવાંચ્છુકોને લગ્ન બંધનમાં બાંધવામાં સફળતા પ્રાપ્ત કરી છે. લગ્નોત્સવને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલભાઈ પાંચાલ, જાગૃતિ પાંચલ, ચંપક મિસ્ત્રી તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિના ઠાકોર મિસ્ત્રી, નાનુ મિસ્ત્રી અને પ્રકાશચંદ્ર પાંચાલે જહેમત ઉઠાવી હતી. લગ્ન સમારંભમાં સમાજના અઢીથી ત્રણ હજાર લોકો એકત્રીત થયા હતા. વર-વધુને સમાજ તરફથી 50થી વધુ જીવનજરૂરી ભેટસોગાદો આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...