તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવસારી જિલ્લા પોલીસે 126 બાળકને દત્તક લીધા

નવસારી જિલ્લા પોલીસે 126 બાળકને દત્તક લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લા પોલીસ વિભાગે લોક સુરક્ષા સાથે સંવેદના સાથે માનવીય સેવાકીય અભિગમનો નવો આયામ શરૂ કર્યો છે. બીલીમોરા સોમનાથ સંકુલ ખાતે સુરક્ષા સેતુ યોજના અન્વયે બાળક દત્તક યોજના હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ નાના-મોટા 126 માતાની પિતાની છત્રછાયા વિનાના, કાયદાની સઘર્ષમાં આવેલા બાળકોને દત્તક લઇ, તેમના શિક્ષણ અને સામાજિક જવાબદારી સાથે પિતાતુલ્ય ફરજ બજાવશે.

બીલીમોરા સોમનાથ મહાદેવના સંકુલ હોલમાં લાગણીના સંબંધોનો મેળાવડો યોજાયો હતો.જેમાં અનાજ બાળકોને સમાજ સાથે જોડાવા અને બાળકોની નવી જીંદગીના પગરવ માંડવા માટે પોલીસ વિભાગની દત્તક બાળક યોજના રંગ લાવી છે. નવસારી જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયાએ અવસરે જણાવ્યું હતું કે, પોલીસનો પ્રજા સાથેનો અભિગમ બદલાયો છે.

પોલીસ વિભાગના સેવાકીય અભિગમમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાય છે. સોમનાથ સંકુલ ટ્રસ્ટ, સ્વસ્તિક ચેરીટેબલ ટ્રસ્ટ, સરદાર પટેલ શોશ્યલ ગૃપ, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ આવા બાળકોને મદદ માટે સહભાગી બનશે. બીલીમોરાના નગરસેવક સેજલબેન અને સુજિત્રાબેને બે-બે બાળકો દત્તક લેવાની જાહેરાત કરી હતી.

બીલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે.ગઢવી, કર્મચારીઓ ઈન્દ્રજીતસિંહ, તેજલબેન સહિતના એસપીસી સ્ટાફે દેસરા ઓરિયામોરાના એક પરિવારના ચાર અનાથ બાળકો પ્રિયા, ઊવર્શી, જીયા અને જય સંજયભાઇ રાઠોડને શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે દત્તક લીધા છે.

સરાહનીય