તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન પુન: શરૂ કરાવવા આજથી આંદોલનનાં મંડાણ

બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન પુન: શરૂ કરાવવા આજથી આંદોલનનાં મંડાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાવઘઈ નેરોગેજ ટ્રેન ડાંગ જિલ્લાના ડુંગરડા નજીક પાટા પરથી ઉતરી જવાની ઘટના બન્યા બાદ રેલવે તંત્ર દ્વારા ટ્રેન બંધ કરી દેવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનાનાં પંદર દિવસ થવા છતાં ટ્રેન શરૂ નહીં થતા ટ્રેન પુન: શરૂ કરાવવા માટે રેલ સંઘર્ષ સમિતિની રચના કરી આજથી આંદોલનના મંડાણ કરવામાં આવશે. જેના ભાગરૂપે વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે એવીર માહિતી પ્રાપ્ત થઇ છે.

બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની દુર્ઘટના બન્યા બાદ આદિવાસી વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન ટ્રેનના ટ્રેકનું સમારકામ કરી ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવાને બદલે ટ્રેન બંધ કરવાની જાહેરાતને પગલે ટ્રેન સાથે રોજિંદા સંકળાયેલા લોકોમાં આઘાત સાથે આક્રોશની લાગણી ફેલાઈ છે. ટ્રેન ફરી શરૂ કરાવવા માટેના સંકલ્પ સાથે ઉનાઇ તથા આજુબાજુના ટ્રેનમાં અપડાઉન કરનારા, ઉનાઇ વિભાગના વેપારીઓ તથા ટ્રેન થકી પેટીયું રળી ખાતા કામદારો દ્વારા એકત્રિત થઇ ટ્રેન સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા કોઈપણ ભોગે ટ્રેન શરૂ કરાવવાના નિર્ધાર સાથે આજથી આંદોલનના મંડાણ થઇ રહ્યા છે. આંદોલનના ભાગરૂપે આજે રેલ સંઘર્ષ સમિતિ દ્વારા વાંસદા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવશે.

11 સભ્યોની રેલવે સંઘર્ષ સમિતિની રચના, આજે વાંસદા મામલતદારને આવેદનપત્ર અપાશે

અન્ય સમાચારો પણ છે...