દેવસરથી જુગાર રમતા 6 જુગારીયા ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાપોલીસે બાતમી આધારે દેવસર ગામે રેડ કરી જુગાર રમતા 6 જણાને ઝડપી પાડ્યા છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. તેની સાથે જુગારનાં દાવ પર લાગેલા રોકડા રૂ.24 હજાર અંગ ઝડતી મોબાઇલ, બાઇક મળી કુલ્લે રૂ.2.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બીલીમોરા પોલીસને બાતમી મળેલ કે દેવસર પટેલ ઢાબામાં જુગાર રમાડાઇ રહ્યો છે. બાતમી આધારે બીલીમોરા પોલીસે પટેલ ઢાબામાં રેડ કરી અનીલ શંકર પટેલ રહે.લક્ષ્મી ફળિયા દેવસર, જસ્મીન બીલીમોરીયા રહે.નવજીવન કોલોની બીલીમોરા, નિરવ સુરેશ દેસાઇ આયોજન નગર દેવસર,અર્જુન રાજેશ પટેલ નવું ફળિયું દેવસર, નિરજ, વિરેન પટેલ રહે.ગ્રામ પંચાયત પાસે દેવસરનાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતાં તથા રાકેશ બાબુભાઇ પટેલ રહે. દેવસરને વોન્ટેડ જાહેર કર્યો છે. પકડાયેલા પાસેથી દાવ પર લાગેલા અને અંગે ઝડપીના મળી રોકડા રૂ.55 હજાર 7 નંગ મોબાઇલ કિંમત રૂ.41 હજાર 5 મોટરસાયકલ કિંમત રૂ.1.35 લાખ મળી કુલ રૂ.2.31 લાખનો મુદ્દામાલ ઝડપી તમામ જુગારીયાઓને ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.આ ગુન્હાની વધુ તપાસ બીલીમોરા ણોલીસના પીએસઆઇ ડી.ડી.ઝાલા કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...