ભાઠા ગામની મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના ભાઠા ગામે મહિલા સરપંચ સામે ઉપસરપંચ સાથે 7 સભ્યોએ લેખિતમાં અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તમાં આક્ષેપ કર્યા છે કે તેઓ મનસ્વી કારભાર કરે છે. તલાટી કમ મંત્રીને લેખિત દરખાસ્ત કરી આગળની કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જેથી ભાઠા ગ્રા.પં.નું રાજકારણ ગરમાયું છે.

બીલીમોરા-અમલસાડ માર્ગ ઉપર આવેલા ભાઠા ગ્રામપંચાયતમાં 8 વોર્ડ આવેલા છે. જ્યાં હાલ મહિલા સરપંચ કુસુમબેન ઠાકોરભાઈ પટેલ કાર્યરત છે. ગ્રામપંચાયતના 8 વોર્ડના સભ્યો પૈકી 7 સભ્યોએ સરપંચ કુસુમન પટેલ સામે અવિશ્વાસની લેખિત દરખાસ્ત રજૂ કરતા ચકચાર મચી છે. જેમાં ઉપસરપંચ દિપક બચુભાઈ પટેલ, પિન્ટુબેન ધર્મેશભાઈ હળપતિ, સરિતાબેન પ્રવિણભાઈ પટેલ, રમીલાબેન રમણભાઈ પટેલ, સંજય ધીરૂભાઈ પટેલ, મોહનભાઈ રમણભાઈ પટેલ તથા નીતિન ખાપાભાઈ પટેલે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. તેમાં આક્ષેપો કર્યા છે કે સરપંચ કુસુમબેન ગ્રા.પં.ની કાર્યરીતિના નિયમ વિરૂદ્ધ મનસ્વી રીતે પંચયતના વહીવટને બાનમાં લઈ નિર્ણય કરે છે. પંચાયત નિયમો મુજબ કામગીરી કરતા નથી. પંચાયતન ફંડની સલામત કસ્ટડી માટે બિનજવાબદાર વર્તણૂક કરે છે. ...અનુ. પાના નં. 2

મનસ્વી કારભાર કરવાનો આરોપ મૂકતા પંચાયત સભ્યો

અન્ય સમાચારો પણ છે...