તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધકવાડા ગામે બંધ ઘરમાંથી 97 હજારની દાગીનાની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનજીકના ધકવાડા ગામે આવેલા સાંઇનાથ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી દરવાજાને મારેલ તાળું તોડી ઘરના કબાટમાં મુકેલ સોનાના દાગીના કિંમત રૂ.97 હજારની ચોરી કરી હતી.

બીલીમોરા ખાતે શાકભાજીનો વેપાર કરતા નીખીલભાઇ કિશોર શર્મા (રહે. ધકવાડા સાંઇનાથ એપાર્ટમેન્ટ) તેઓ ગત 13-3-2017 નાં રોજ પોતાના બીલીમોરા ખાતે તીસરી ગલીના બીજા ઘરે આવ્યા હતાં.તે દરમિયાન તેમના ધકવાડા સાંઇનાથ એપાર્ટમેન્ટમાં આવેલ તેમના ફ્લેટનો દરવાજાને મારેલ તાળુ કોઇ ચોર ઇસમે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં કબાટમાં બચતના ડબ્બામાં મુકવામાં આવેલ સોનાના દાગીના મંગળસુત્ર સોનાની વીટી અને ઘડીયાળ મળી કુલ્લે રૂ.97 હજારના દાગીનાની ચોરી કરી પલાયન થયો હતો. તેઓ તેમના ધકવાડા નિવાસ્થાને ફરતા ઘરની ચોરીની જાણ થતા તેઓ અવાક બન્યા હતાં. તેમની ગેરહાજરીમાં કોઇ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશી ઘરમાં મુકેલા રૂ.97 હજારની કિંમતના દાગીના ચોરી કરી હોવાનું જણાવતા તેમણે આજરોજ બીલીમોરા પોલીસમાં ચોરી અંગે અજાણ્યા ચોર સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.બનાવની વધુ તપાસ બીલીમોરા પોલીસના સેકન્ડ પીએસઆઇ ડી.સી.સોકરીયા કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો