તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરા પાલિકાનું 110 કરોડનું બજેટ મંજૂર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનગરપાલિકાનું વર્ષ-2017-18 નું રૂ.110 કરોડનું વિકાસલક્ષી બજેટ રૂ.5.23 કરોડની પુરાંત વાળું આજે યોજાયેલ પાલીકાની બજેટ સભામાં સર્વાનું મતે પસાર કરવામાં આવી મંજુર કરાયું હતું. બીલીમોરા નગર પાલિકામાં પ્રથમ વખત બજેટ રજુ કરનાર દલીત સમાજના કારોબારી ચેરમેન રમીલાબેન ભાદરકાનું વિપક્ષી સભ્યએ તેમને બજેટ રજુ કરવા બદલ પુષ્પગુચ્છથી અભિનંદન પાઠવ્યા હતા અને બજેટ સર્વાનુમતે બહાલ કરવામાં આવ્યું હતું.

આજરોજ બીલીમોરા નગરપાલિકાના સભાખંડમાં બીલીમોરાના વિકાસ અર્થે વર્ષ-2017-18 નું અંદાજપત્રની સભા પાલિકા પ્રમુખ સુમનલતાબેનની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડમાં યોજાઇ હતી. રૂ.110 કરોડ 87 લાખ 60 હજારનું તેમજ રૂ.5 કરોડ 23 લાખની પુરાંતવાળુ વિકાસલક્ષી બજેટ કારોબારી સમિતીના ચેરમેને રજુ કર્યુ હતું, જે સર્વાનુમતે નિર્વિઘ્ને મંજૂર થયુ હતું. જો કે શાસક પક્ષના સભ્ય મનીષભાઇ દેસાઇ તથા વિપક્ષી સભ્ય મલંગભાઇ કોલીયાએ ગત વર્ષના બજેટના ઘણા કામો હજુ પણ અધુરા હોવાનું જણાવી આવા કામો ફરી ...અનુસંધાન પાના નં. 2

શાસકે બજેટની ખૂબીઅો જણાવી

શાસકપક્ષ તરફથી પણ બજેટની ખુબીઓ વર્ણવતા જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષના સરકારમાંથી મળનાર સ્વર્ણીમ જયંતી યોજનાની સંભવિત ગ્રાન્ટમાંથી દેસરા કાવેરી ખાતે રીવરફ્રન્ટ દેસરા જનતા ઘર પાસે સીનીયર સીટીઝન હોલનું કામ રૂ.1 કરોડ 50 લાખના ખર્ચે બનાવાશે. ઉપરાંત અલગ બીજી યોજનાઓમાંથી રૂ.6.50 કરોડની ગ્રાન્ટમાંથી જુદા જુદા ડામર અને આરસીસીના રસ્તા બ્લોક પેવીંગના કામોનો પણ સમાવેશ કરાયો છે.પાલિકા કચેરીના રીનોવેશન કરી અદ્યતન બનાવવા પાછળ પણ 75 લાખ ગ્રાન્ટ મેળવાશે.આમ બીલીમોરામાં ઢગલાબંધ વિકાસના કામોને અગ્રીમતા આપતું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજુર કરી દેવામાં આવ્યું હતું.

ગત બજેટનાં કામ હજુ પણ અધૂરાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો