9 ડિસેમ્બરે બીલીમોરામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
9 ડિસેમ્બરે બીલીમોરામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
બીલીમોરા | રાજ્યસરકાર દ્વારા મળેલી સૂચના અંતર્ગત બીલીમોરા પાલિકા આગામી 5મી ડિસેમ્બરે જલારામ હોલ ખાતે સવારે 9થી બપોરે 2 કલાક દરમિયાન સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાલિકા વિસ્તારને લાગતા લોકોના વણઉકેલ્યા પ્રશ્નોનો સ્થળ ઉપર નિરાકરણ લાવવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમનું સંચાલન પાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં થશે તેમજ વિવિધ યોજનાના સંલગ્ન અધિકારીઓ પણ તે દિવસે ઉપસ્થિત રહેશે. પહેલા તબક્કામાં વોર્ડ નં. 8,11,12નો સમાવેશ કરવામાં આવ્યો છે.