તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દારૂની બબાલમાં બે બાઈક સળગાવાઈ

દારૂની બબાલમાં બે બાઈક સળગાવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંડાચમાંબાઈક ઉપર જઈ રહેલા મિત્રોને અટકાવી ત્રણ વ્યક્તિઓએ અમારા દારૂની બાતમી પોલીસને કેમ આપો છો એમ કહી ઢોર મારમારી બંનેની બાઈક ટવીસ્ટર અને પલ્સર સળગાવી મુકી રૂ. 92 હજારનું નુકસાન કર્યું હોવાની બીલીમોરા પોલીસમાં ફરિયાદ આપી છે.

આંતલીયા જીઆઈડીસીમાં એલએમપી પાછળ રહેતા ચેતન રમણ નાયકા 5મી ઓકટોબરના રોજ રાત્રિ દરમિયાન ઉંડાચ લુહાર ફળિયા તળાવની પાળ ઉપરથી તેમની નવી નંબર વગરની બાઈક લઈને તેના મિત્ર રિપેશ લાલુભાઈ હળપતિ તેની ટવીસ્ટર બાઈક (નં. જીજે-21-એકે-7057) લઈને જતા હતા. તે સમયે વણગામ નવા કુવા ફળિયામાં રહેતો જીગો ઉર્ફે જીજ્ઞેશ ભગવાન પટેલ, ઉંડાચ લુહાર ફળિયામાં રહેતો રસિક શુક્કર હળપતિ, ઉંડાચ વાણિયા ફળિયામાં રહેતો ધર્મેશ ઉર્ફે ધમો બાવા પટેલ ત્રણેએ ચેતન નાયકા અને રિપેશ હળપતિને રોકીને ઢોરમાર માર્યો હતો અને તમે હમારા દારૂની બાતમી પોલીસને આપો છો એમ કહી નવી નંબર વગરની પલ્સર અને ટવીસ્ટર બાઈક બંને સળગાવી મુકી રૂ. 92 હજારનું નુકસાન કર્યું છે.

બનાવ અંગે ચેતન રમણ નાયકાએ બીલીમોરા પોલીસમાં ત્રણે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ હે.કો. રવિન્દ્રભાઈ કરી રહ્યા છે. પ્રકરણમાં જેમની સામે ફરિયાદ થઈ ત્રણ આરોપીઓની સાંજ સુધીમાં ધરપકડ થઈ હતી.

બીલીમોરા પંથકમાંઆવેલા ઉંડાચમાં બે બાઈક સળગાવવાની ઘટના દારૂની બબાલમાં થઈ હતી. દારૂની બબાલમાં સામેલ કેટલાક શખ્સો દારૂના ધંધામાં સામેલ હોવાની જાણકારી મળી છે. વણગામ નવાકુવા ફળિયામાં રહેતો જીગો ઉર્ફે જીજ્ઞેશ પટેલ દારૂના ધંધામાં સંકળાયેલો છે. ભૂતકાળમાં પણ જીગા સામે દારૂ સંદર્ભે કેસ થયા છે. બાઈક સળગાવવાની ઘટનામાં આરોપી ઠરેલ અન્ય બે શખ્સો સામે ભૂતકાળમાં દારૂના કેસ થયા હતા કે નહીં તે ચોક્કસ જાણી શકાયું નથી. જોકે વાત તરહતરહની થાય છે.

દારૂના વેપલામાં વધેલી અદાવત

એક આરોપી સામે થયેલા દારૂના કેસ

નવસારી જિલ્લામાંતાજેતરના સમયમાં રોજબરોજ દારૂ પકડાઈ રહ્યો છે. આમ છતાં દારૂની હેરાફેરી તથા દારૂનો વેપલો થઈ રહ્યો છે. સ્થાનિક કક્ષાએ અનેક લોકો દારૂના વેપલામાં સામેલ છે વાતમાં પણ શંકા નથી. અંતરંગ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દારૂના વેપલામાં સામેલ લોકો વચ્ચે ધંધાકીય હરિફાઈને લઈ અદાવત થઈ રહી છે. એક બૂટલેગર બીજા બૂટલેગરના ધંધાને નુકસાન પહોંચાડવા પોલીસને બાતમી આપતો રહે છે. પોલીસ દ્વારા જે કાર્યવાહી થાય છે તેમાં ઘણી વખત બાતમી દારૂના બૂટલેગરો આપે છે. હાલના સમયમાં બૂટલેગરો વચ્