• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા

ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બીલીમોરા
બીલીમોરામાંગણપતિ વિસર્જન હેમખેમ પૂર્ણ થયા બાદ રાત્રે 12.30 વાગ્યે વાંકા મહોલ્લાના વળાંકમાં બાઇક સ્લીપ થતાં ઘટનાસ્થળે એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજો યુવાન કટોકટ હાલતમાં નવસારીની ઓરેંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
રાત્રે સાડા બાર વાગ્યે બીલીમોરાના વાંકા મહોલ્લાના વળાંકમાં સ્ટેશનથી બજાર જતી બાઇક નં.જીજે-21-એએન-2356 ઉપર સવાર ભાઠલાના હવાડા ફળિયાના રહીશ કેયુર પટેલ (21) તથા દિપેશ પટેલ (21) બંને બાઇક ઉપર જઈ રહ્યા હતા તે વખતે ચાલક કેયુર પટેલે કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ થઈ હતી. બાઇક સ્લીપ થઈને એક દુકાનના શટર સાથે ખૂબ જોરદાર રીતે ભટકાઈ હતી. અવાજ થતાં લોકો જાગી ગયા હતા અને ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.બાઇક ચાલક કેયુર પટેલને માથમાં ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા દિપેશ પટેલને પણ માથામાં ગંભીર ઈજા થતાં તેને નવસારીની ઓરેંજ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મરનાર કેયુરના પિતાનું થોડા સમય પહેલા મોત નીપજ્યું હતું. હવે કેયુરનું પણ મોત નીપજતા માતાનો સહારો છીનવાઈ ગયો હતો. જ્યારે દિપેશ અત્રેની કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળે છે.
બીલીમોરામાં અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત
વાંકા મહોલ્લાના વળાંક પર બાઇક સ્લીપ થતાં દુકાનના શટરમાં ભટકાઇ