તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીગરીની પીવાના પાણીની સમસ્યા ઉકેલાય તો આંદોલનની ચીમકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાનજીકના બીગરી ગામના લોકોએ તંત્ર દ્વારા પીવાનું પાણી નિયમિત નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપતો પત્ર પાણી પૂરવઠા તંત્રને સોંપ્યો છે.

પાણી પુરવઠા તંત્ર દ્વારા પાઇપલાઇનો વાટે બીગરી ગામને પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ કહેવાય છે કે પાણી તંત્ર દ્વારા બીગરી ગામને પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવતું 10-15 દિવસોના અંતરે બીગરી ગ્રામજનોને પાણી મળે છે.જેથી બાબતે ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા અનેક વાર રજૂઆતો કરવા બાબતે તંત્રનું વલણ સાવ ઉદાસીન રહયું હોવાની વાતો ગ્રામજનો દ્વારા જાણવામાં આવ્યું છે.પાણીની સમસ્યા હલ કરવા માટે તંત્ર દ્વારા દઢોરા ખાતે એક સંપ બનાવવામાં આવેલ છે તેમ છતા બીગરી ગામની પાણીની સમસ્યા હાલ નહી થતા સરપંચ તથા ગ્રામજનોએ પાણી પુરવઠાતંત્રને એક પત્ર દ્વારા 10 દિવસમાં પાણીની સમસ્યા હલ કરવા જણાવવામાં આવ્યું છે અને જો તેમ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

10 દિવસમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા તંત્રને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો