તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોલાઈ ખાડીમાં બોટની સફાઈ વેળા પાણીમાં પડેલા વૃદ્ધ ગુમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરા ધોલાઈ સાલાબેટ ફળિયામાં સોમવારે સવારે દરિયાની ખાડીમાં બોટની દુરસ્તી સાફસફાઈની કામગીરી કરતા દરમિયાન અકસ્માતે પાણીમાં પડતા 60 વર્ષીય વૃદ્ધ પાણીમાં ગુમ થયા છે. હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.

હવે થોડા દિવસોમાં માછીમારો દરિયો ખેડવા પોતાની સફરે ઉપડશે, જે માટે માછીમાર ભાઈઓએ તેમની બોટોની મરામત હાથ ધરી છે. ધોલાઈ સાલાબેટ ફળિયામાં દરિયાની ખાડીમાં ઉતરેલી મગનભાઈ ટંડેલની બોટમાં કામ કરી રહેલા 60 વર્ષિય વૃદ્ધ તુલસીભાઈ દાધુભાઈ મોડિયા,રહે. ચાલ માંડવા, પારસી ફળિયું, ધરમપુર, વલસાડના બોટ પર ખલાસીનું કામ કરે છે. તેઓ કામકાજ દરમિયાન આકસ્મિક રીતે દરિયાની ખાડીના પાણીમાં પડ્યા હતા. જેથી તેમની સાથેના માણસોએ તુરંત તેમની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. ઘટનાની જાણ બોટ માલિકના ભાઈ અમરતભાઈ ટંડેલે, (69) રહે.ધોલાઈનાઓએ ધોલાઈ મરીન પોલીસમાં કરી હતી.

અન્ય સમાચારો પણ છે...