તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં ‘Mind Power’ ઉપર વકતવ્ય યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા| બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે તા.18.8.2018 શનિવારના રોજ સંસ્થાના ભૂતપૂર્વ પ્રશિક્ષણાર્થી કુ.આનલબેન રાવલનું વકતવ્ય યોજાયું, સંસ્થાના આચાર્ય ડો.કિશોરભાઇ નાયકે પધારેલ મહેમાનનો પરિચય આપીને તેમનું સ્વાગત કર્યુ હતુ. કુ.આનલબેન રાવલે સંસ્થા સાથેની તેમની યાદોને વાગોળતાં સંસ્થાની પરંપરાઓ, પ્રવૃત્તિઓ અને તે બધાની તેમના વ્યક્તિત્વ પર થયેલ અસરની વાતો કરીને પ્રશિક્ષણાર્થીઓને ‘Mind Power’ વિશે રસપ્રદ વાતો આકર્ષક રીતે કરી હતી, જેમાં તેમણે મન એટલે શું ω જેવી પ્રાથમિક વાતોથી શરૂઆત કરીને વિચારોને કેવી અસર હોય છે તેની વાતો કરીને પ્રશિક્ષણાર્થીઓ પાસે પ્રયોગ કરીને શક્તિના જાત અનુભવ પૂરા પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...