બીલીમોરામાં ત્રણ છોકરી થેલી કાપી રૂ. 80 હજાર સેરવી ગઈ

બીલીમોરામાં ત્રણ છોકરી થેલી કાપી રૂ. 80 હજાર સેરવી ગઈ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:20 AM IST
બીલીમોરાના એક વૃદ્ધે બેંક માંથી પૈસા ઉપાડી પોતાની થેલીમાં મૂક્યાં હતા. જે પૈસા બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં હાજર ત્રણ અજાણી યુવતી હાથની કરામત કરી થેલી કાપી વૃદ્ધના રૂ. 80 હજાર ચીલઝડપ કરી પલાયન થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં આ સઘળો ઘટનાક્રમ કેદ થતાં વૃદ્ધે આપેલ પોલીસ ફરિયાદના આધારે પોલીસે ત્રણ અજાણી યુવતીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઇબ્રાહિમ નૂરમોહંમદ ઘાંચી (ઉ.વ. 81, રહે. તીસરી ગલી, ગૌહરબાગ) પરિવાર સાથે રહી નિવૃત્ત જીવન જીવે છે. ટૂંક સમયમાં આવી રહેલો મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરીઈદની ઉજવણી અર્થે બકરાના પૈસા ચુકવવાના હોય તેઓ બુધવારે સવારે 11 કલાકે બીલીમોરા સ્ટેટ બેન્કમાં પૈસા ઉપાડવા અર્થે ગયા હતા. જ્યાં તેમણે જરૂરી રૂ. 80 હજાર ઉપાડ્યા હતા. જેમાં ગણતરીમાં રૂ. 1500 ઓછા હોય તેમણે કેશિયરને જણાવ્યું હતું. કેશિયરે તેમને ઘટતા રૂ.1500 ચૂકવ્યા હતા. તેઓ નાણાં લઈ નજીકની બેઠક પર પૈસા ગણવા બેસ્યા હતા. જ્યાં તેઓએ નાણાં પૂરતા હોય ગણતરી કરી તેમની થેલીમાં મૂક્યાં હતા. બાદમાં તેઓ તેમની પૌત્રીઓના બેંક ખાતા ખોલાવવાના હોય તેની માહિતી મેળવવા ગયા હતા, ત્યારબાદ તેઓ રિક્ષામાં બેસી ઘરે જવા રવાના થયા હતા. આ દરમિયાન બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં ફરતી ત્રણ અજાણી છોકરીઓએ તેમની થેલીને કોઈ સાધનથી કાપી રૂ. 80 હજાર ચતુરાઈપૂર્વક સેરવી લીધાં હતાં. આ ઘટનાથી અજાણ ઇબ્રાહિમભાઈ તેમના ઘરે પહોંચી જમી પરવારી બેઠા હતા ત્યારે તેમની પત્નીએ તેઓ ઉપાડી લાવેલા પૈસા થેલીમાં દેખાયા ન હતા. જેથી તેમણે ઈબ્રાહીમભાઈને પૂછ્યું કે પૈસા ક્યાં છે ω ...અનુસંધાન પાના નં. 2

X
બીલીમોરામાં ત્રણ છોકરી થેલી કાપી રૂ. 80 હજાર સેરવી ગઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી