બીલીમોરા PSIએ શહેર ભાજપ યુવા ઉપપ્રમુખને વગર વાંકે તમાચા માર્યા

સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં કેદ થઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:20 AM
બીલીમોરા PSIએ શહેર ભાજપ યુવા ઉપપ્રમુખને વગર વાંકે તમાચા માર્યા
બીલીમોરાના પોલીસ સ્ટેશનમાં અટક કરાયેલ મિત્રના પિતા બાબતે રજુઆત કરવા ગયેલ શહેર ભાજપ યુવા મોર્ચાના ઉપપ્રમુખને બીલીમોરા પીએસઆઇ એમ.એન.શેખએ બે તમાચા મારી દેતા તેને નવસારી ડીએસપીને આવેદન આપી પીએસઆઇ સામે કાર્યવાહીની માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા શહેરના યુવા ભાજપ ઉપપ્રમુખ અઝીઝખાન રસીદખાન પઠાણ, રહે.લાલ વાવટાની ગલી, સ્ટેશન રોડ, બીલીમોરાએ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાને એક આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બુધવાર તા.8.8.2018 નાં રોજ રાત્રીના 9.15 કલાકે તેના મિત્ર દેવાંગના પિતા શશીકાંત પરમારની કોઈ કારણસર ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે તેના મિત્ર દેવાંગનો ફોન તેના પર આવતા તે બીલીમોરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અઝીઝને તેના મિત્રની ધરપકડ કરવાનું કારણ યોગ્ય જણાયું ન હતુ. આથી આ બાબતે તેણે શહેર ભાજપના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલને ફોન કરી દરમિયાનગિરી કરવા જણાવ્યું હતુ. ત્યારે પ્રજ્ઞેશભાઈએ ફોન ચાલુ રાખી પીએસઆઇને આપવા જણાવ્યું હતુ. જેથી ફોન ચાલુ હોય ...અનુ. પાના નં. 2

ફોન કાન પાસે લાવતા મને કોલર પકડવાનું લાગ્યું એટલે તમાચા મારી દીધા

અઝીઝ પઠાણ અચાનક ફોન મારા કાન પાસે લાવતા મને થયું હતુ કે, તે મારો કોલર પકડવા આવી રહ્યો હોય તેવું લાગતા તેને તમાચા મારી દીધા હતા. આ સમગ્ર ઘટના ગેરસમજના કારણે બની છે. બીજુ કંઈ નથી હું અઝીઝ સાથે વાત કરીશ. એમ.એન.શેખ, પીએસઆઇ, બીલીમોરા

X
બીલીમોરા PSIએ શહેર ભાજપ યુવા ઉપપ્રમુખને વગર વાંકે તમાચા માર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App