બીલીમોરામાં જુગાર રમતા પાલિકા વિપક્ષી ઉપનેતા સહિત 23 ઝડપાયા

Bilimora - બીલીમોરામાં જુગાર રમતા પાલિકા વિપક્ષી ઉપનેતા સહિત 23 ઝડપાયા

DivyaBhaskar News Network

Sep 13, 2018, 02:16 AM IST
બીલીમોરા પોલીસે બાતમી આધારે બીલીમોરાના કડકા ખાડા માર્કેટ પાસે એસ.વી.પટેલ રોડ પર કડકા પુલની નજીક ટેલિસ્ટારની ગલીમાં જાહેરમાં જુગાર રમતા 23 જુગારીયાની ધરપકડ કરી હતી અને રોકડા મોબાઈલ સહિત કુલ રૂ. 1,96,040નો મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પકડાયેલા 23 જણામાં બીલીમોરા નગરપાલિકાના વિપક્ષી સભ્ય અને ઉપનેતા અરવિંદભાઈ બાબુભાઇ પટેલનો સમાવેશ થાય છે.

બીલીમોરા સેકન્ડ પીએસઆઇ જી.એસ.પટેલ, પો.કો. સુરેશભાઈ સાહરભાઈ, મહેન્દ્રભાઈ, તાહિરભાઈ, ભાવેશભાઈ અને વિરલભાઈ બે ગાડીમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સુરેશભાઈ શાહરભાઈને એસ.વી.પટેલ રોડ પર કડકા પુલ નજીક નજીક ટેલિસ્ટારની ગલીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે બીલીમોરા પોલીસની ટીમે રેડ કરતા એસ.વી.પટેલ રોડ પર કડકા પુલ નજીક ટેલિસ્ટારની ગલીમાં જાહેરમાં ત્રણ કુંડાળામાં જુગાર રમતા 23 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેની સાથે દાવ પર લાગેલા રૂ. 46,350, અંગજડતીના રૂ. 24,890 અને 24 નંગ મોબાઈલ કિંમત ...અનુસંધાન પાના નં. 2

બીલીમોરામાં જુગાર રમતા ઝડપાયેલા જુગારીયાઓ.

પોલીસના હાથે ઝડપાયેલા 23 જુગારીયાઓ

દિપક વાઘરી,રવિ રાઠોડ, હિતેશ પટેલ, અર્જુન સિંઘે, મિનેષ પટેલ, સંજય રાવલ, નરેશ રાઠોડ, મનીષ પટેલ, રવિ પટેલ, વિશાલ પટેલ, જીજ્ઞેશ પટેલ, સુરજ જેસ્વાલ, કેતન લાડ, નીરજ પટેલ, કિરણ પટેલ, મનોજ ઠક્કર, ચેતન પટેલ, મુકેશ પટેલ, નેવિલ ગાંધી, રીંકેશ પટેલ, હિરંજ પટેલ, ભાવેશ પટેલ અને પાલિકા વિપક્ષી સભ્ય અરવિંદ બાબુભાઇ પટેલનો સમાવેશ થાય છે.

X
Bilimora - બીલીમોરામાં જુગાર રમતા પાલિકા વિપક્ષી ઉપનેતા સહિત 23 ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી