હાઈવે પરથી ટ્રકમાંથી 6.78 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

સુરત આર.આર.સેલે બાતમીના આધારે ગણદેવી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખારેલ ઓવરબ્રિજ પાસે ટ્રક કન્ટેનરમાં દમણથી સુરત લઈ...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:16 AM
Bilimora - હાઈવે પરથી ટ્રકમાંથી 6.78 લાખના દારૂ સાથે 1 ઝડપાયો
સુરત આર.આર.સેલે બાતમીના આધારે ગણદેવી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખારેલ ઓવરબ્રિજ પાસે ટ્રક કન્ટેનરમાં દમણથી સુરત લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી 6.78 લાખના દારૂ અને ટ્રક કન્ટેનર મળી કુલ રૂ.16.83 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ગણદેવી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરત આર.આર.સેલે. ના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જગતસિંહ અને દેવસી જ્યોર્જ તેમજ આર આર.સેલના પોલીસ કર્મીઓ ગણદેવી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગણદેવી નેશનલ હાઈવે પરથી એક ટ્રક કન્ટેનર (નં. જીજે-5-વી-8436)મા દમણથી સુરત તરફ મોટા જથ્થામાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે તેમણે ગણદેવી ખારેલ નેશનલ હાઈવે નજીક ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન ..અનુ. પાના નં. 2

X
Bilimora - હાઈવે પરથી ટ્રકમાંથી 6.78 લાખના દારૂ સાથે 1 ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App