તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવસર નજીક ગણદેવી રોડ પરથી બાઇકની ઉઠાંતરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા દેવસર દત્ત મંદિર સામે ગણદેવી રોડ પરથી રાત્રી દરમિયાન ઘર બહાર પાર્ક કરેલી પલ્સર બાઇક ચોરી થવા પામી હતી. બાઇકના માલિકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા બીલીમોરા ચોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

ગૌરાંગકુમાર કૃષ્ણકાંત પાઠક (રહે. દત્ત મંદિર સામે, ગણદેવી રોડ, દેવસર)એ 3જી ઓકટોબરે પલ્સર બાઈક (નં. જીજે-21-એએસ-6563) પર તેમનું કામ પતાવી સાંજે તેમના ઘર બહાર પતરાંના શેડમાં પાર્ક કરી હતી અને તેઓ સુવા જતા રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે તેઓ પરત તેમના કામ અર્થે જવા પોતાની બાઈક લેવા પહોંચ્યા ત્યારે જ્યાં પાર્ક કરી હતી ત્યાં બાઈક જોવા મળી ન હતી. આથી તેમણે બાઈકની તપાસ કરવા છતાં મળી ન હતી. અંતે તેમણે બીલીમોરા પોલીસમાં પલ્સર બાઈક કિંમત 50 હજારની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીની ફરિયાદના બાઈક ચોરને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...