તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોલાઈ દરિયામાં તણાય આવેલી લાશ મળી આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા નજીકના ધોલાઈ બંદર પાસે ખાડીમાં એક અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી. ધોલાઈ મરીન પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધોલાઈ મરીન પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ધોલાઈ બંદર પાસે ધોલાઈ ગામમાં રહેતા બિપિનભાઈ ટંડેલ તેમના રોજિંદા કામ અર્થે ધોલાઈ બંદર પર ગયા હતા ત્યાં તેમને બંદર નજીક ખાડીમાં કોઈ લાશ દેખાતા તેમણે ધોલાઈ મરીન પોલીસને જાણ કરી હતી. જેથી ધોલાઈ મરીન પોલીસે ઘટનાસ્થળે આવી લાશનો કબજો લીધો હતો. આ લાશ કોઈ અજાણ્યા આધેડની હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેને પી.એમ માટે બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં મરનારનું દરિયાનું વધુ પાણી પીવાના કારણે મૃત્યુ થયું હોવાનું તારણ પોલીસે જણાવ્યું હતું. મરનાર આ અજાણ્યા શખ્સના વાલી વારસો મળી આવ્યા નથી. મરનારની અજાણ્યાની ઉંમર આશરે 40 થી 45 વર્ષની તેણે શરીરે કાળા કલરનું ટીશર્ટ તથા કમરે લાલ કલરનું હાફ પેન્ટ પહેરેલુ છે. મરીન પોલીસે આ ઘટનામાં અકસ્માત મોત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મરનાર આ અજાણ્યા શખ્સ બાબતે જો કોઈ માહિતી મળે તો તપાસ અધિકારી મરીન પોલીસના હેડ કોનસ્ટેબલ જે.એલ.પટેલનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...