• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • હિમાંશુ વશીની કોંગ્રેસ સોશિયલ મિડીયા ઝોનલ કો. ઈનચાર્જ તરીકે નિમણૂંક

હિમાંશુ વશીની કોંગ્રેસ સોશિયલ મિડીયા ઝોનલ કો. ઈનચાર્જ તરીકે નિમણૂંક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | ધમડાછા ગામના કોંગ્રેસી યુવા અગ્રણી હિમાંશુ અનિલભાઈ વશીની પ્રદેશ કોંગ્રેસે સોશિયલ મિડિયાના ઝોનલ કો.ઈનચાર્જ તરીકે નિમણુંક કરી છે. જ્યારે વડોદરાના અભી શાહની ઝોનલ પ્રભારી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. હવે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે નવા યુવા ચહેરાને સમિતિઓમાં સ્થાન આપી પોતાની ગુમાવેલી પકડ ફરી હાંસલ કરવા તત્પર બની છે. હિમાંશુ વશીને સંકલિત ઝોનના તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની જવાબદારી સાંભળવાની રહેશે. હિમાંશુ વશીની નિમણુંકથી કોંગ્રેસીના યુવા કાર્યકરો, પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના અગ્રણીઓ ઉપરાંત વિવિધ હોદ્દેદારોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

હિમાંશુ વશી

અન્ય સમાચારો પણ છે...