• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • ગણદેવી તાલુકામાં સાર્વત્રિક વરસાદ ધનોરી ગામે પતરાનો શેડ તૂટી ગયો

ગણદેવી તાલુકામાં સાર્વત્રિક વરસાદ ધનોરી ગામે પતરાનો શેડ તૂટી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાના વરસાદના વરતારા વચ્ચે બુધવારે વીતેલા 24 કલાકમાં ગણદેવી તાલુકામાં 6.86 ઇંચ (167 મિ.મિ.) વરસાદ ખાબક્યો છે. મનમૂકીને વરસતા સાથે મોસમનો કુલ 23.28 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસતા વરસાદ વચ્ચે ગણદેવી-બીલીમોરાને જોડતો આંતરિક માર્ગ પર બંધારા પર પાણી ફરી વળતા તે માર્ગ બંધ થયો હતો.

ગણદેવી તાલુકામાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. મેઘરાજા જાણે તેમનો અસલ મિજાજ દેખાડી રહ્યા છે. ગણદેવી તાલુકામાં વરસાદને પગલે ધરતી પાણી પાણી થઈ છે. ગણદેવી તાલુકામાં વીતેલા 24 કલાકમાં 167 મિ.મિ. (6.68 ઇંચ) વરસાદ પડ્યો હતો. અંબિકા, કાવેરી, વેંગણિયા, પનિહારી ફરીવાર બે કાંઠે વહેતી થઈ હતી. સાથો સાથ બુધવારે તેરસની દરિયાઈ ભરતીના પગલે નદીઓ વધુ છલકવાની સાથે ગણદેવીના બંધારા પુલ પર પાણી ફરી વળતા બીલીમોરા ગણદેવીનો આંતરિક માર્ગ પર આવનજાવન અટક્યું હતું. અનરાધાર વરસાદને પગલે વહીવટી તંત્ર પણ દરેક પરિસ્થિતિઓ પર બારીક નજર રાખી રહ્યું છે. નદી કિનારાના ગામો અને કાંઠા વિસ્તારના ગામો અને નિચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાવાની ...અનુ. પાના નં. 3

ધનોરી ગામે તૂટી પડેલો પતરાનો શેડ.

અન્ય સમાચારો પણ છે...