• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • બીલીમોરામાં બે દુકાનનાં શટર તૂટ્યાં, 26 હજારથી વધુના મોબાઈલની ચોરી

બીલીમોરામાં બે દુકાનનાં શટર તૂટ્યાં, 26 હજારથી વધુના મોબાઈલની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા એસ.વી પટેલ રોડ પર પાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી 2 મોબાઇલની દુકાનોમાં તસ્કરોએ શટર તોડી અંદર દાખલ થઈ 17 નવા જુના ફોન રૂ. 26,040ની ચોરી કરી ગયા હતાં.

એસ.વી.પટેલ રોડ ચીમોડિયા નાકા પાસે આવેલા પાલિકા શોપિંગ સેન્ટરની બે મોબાઇલની દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી છે. બુધવારની મોડી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરમાં આવેલા વિકાસ બૈજનાથ યાદવની દિપક મોબાઈલનું શટર કોઈ સાધન વડે ઊંચકી ચોરોએ નવા-જુના 10 મોબાઈલ રૂ. 14490ની ચોરી કરી ગયા હતા. જ્યારે તેની સામેની તરફ શોપિંગ સેન્ટરમાં આસિફ હુસેનખાનની એસ.કે.મોબાઈલમાં પણ તસ્કરોએ શટર વચ્ચેથી ઊંચકી દુકાનમાં પ્રવેશ કરી તેમાંથી નવા જુના 7 મોબાઈલ અને ટેબલેટ મળી કુલ રૂ. 11550ની ચોરી કરી ગયા હતા. આમ બંને દુકાન મળી કુલ 17 નંગ મોબાઈલ મળી કુલ રૂ. 26,040 કિંમતના મોબાઈલ તસ્કરો ઉઠાવી ગયા હતા. આ માર્ગ પર ગતરાત્રિ દરમિયાન સ્ટ્રીટલાઈટ બંધ હોવાનો ફાયદો તસ્કરો ઉઠાવી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...