રેલવે ફૂટ ઓવરબ્રિજ પાસે અજાણ્યો વૃદ્ધ મૃત મળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | બીલીમોરા રેલવે સ્ટેશન પાસેના નેરોગેજ રેલવે લાઇન પર બનેલા નવા ફૂટ ઓવરબ્રિજ નજીકથી એક અજાણ્યો વયોવૃદ્ધ પુરૂષ મૃત હાલતમાં મળી આવ્યો છે. જેના વાલી વારસોની શોધખોળ રેલવે પોલીસ કરી રહી છે.બુધવારે સવારે આશરે 70 વર્ષના આશરાના ઉંમરના અજાણ્યો પુરૂષ નેરોગેજ રેલવે લાઇન પાસે બનેલા રેલવે ફૂટ ઓવરબ્રિજ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. મરનારે શરીરે નેવી બ્લુ તેમજ ક્રીમ કલર ડિઝાઇન વાળો હાફ પેન્ટ પહેર્યા છે. જમણા હાથે હનુમાનજી તથા સિંહના છૂંદણાનું તથા હાથના પંજા દિલમાં આરનું છૂંદણું કોતરાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...