નવસારીમાં રવિવારે રક્તદાન શિબિર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન નવસારી તથા બીલીમોરા બ્રાંચો દ્વારા તા.15.7.2018 નાં રવિવારના દિને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર સમય સવારે 10 વાગ્યાથી બી.ડી.વિદ્યાલય મિથિલાનગરી, રમાબેન હોસ્પિટલની આગળ, નવસારીમાં રાખવામાં આવ્યું છે. આ શિબિરનો મુખ્ય ઉદેશ તા.27 એપ્રિલ 1980 નાં દિને યુગ પ્રવર્તક બાબા ગુરૂબચનસિંહજી મહારાજે વ્હોરેલી શહાદતના ઉપલક્ષમાં નિરંકારી અનુયાયીઓ દ્વારા પોતાનાં રક્તનું દાન કરી સદગુરૂને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...