ગણદેવીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ મુશ્કેલીમાં

ફોટો ઓનલાઇન ન થતાં સહાયથી વંચિત રહ્યાંની રજૂઆત

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:11 AM
Bilimora - ગણદેવીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ મુશ્કેલીમાં
ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના તબક્કાવાર આવાસના ફોટો ઓનલાઈન ન થતાં લોકો સહાયથી વંચિત રહ્યા છે. જે અંગે લાભાર્થીઓએ પાલિકામાં રજૂઆત કરતાં પાલિકાએ આ કામ કરતી એજન્સીને નોટિસ આપી હતી. જોકે, એજન્સીના જણાવ્યા અનુસાર સરકારના સોફ્ટવેરમાં ખામી સર્જાતાં કામગીરીમાં અવરોધ સર્જાયો છે. એજન્સીનો કોઈ વાંક નહીં હોવાનું જણાવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગણદેવી પાલિકા વિસ્તારમાં વર્ષ 2018 મે-માં 205 આવાસો મંજૂર કરાયા હતા. આ યોજનાનો લાભ જેમના નામ પ્રોપર્ટી માં અને 7/12ના ઉતારામાં હોય તેવા શહેર વિસ્તારના રહીશોને નિયમાનુસાર આપવામાં આવ્યો હતો. જે પૈકી 45 આવાસોનાં કામોની શરૂઆત ચોમાસાના અગાઉ કરવાના આવી હતી. યોજના હેઠળ બાંધકામના અલગ અલગ તબક્કે અલગ યોજના હેઠળ કાર્યવાહી કરી પૈસાની ચુકવણી કરવામાં આવે છે. જે યોજનામાં બાંધકામના પ્રારંભે રૂ. 30 હજાર, પ્લીન્થ લેવલ સુધી બાંધકામ 45 હજાર, લિટલ લેવલે પહોંચતાં 55 હજાર, સ્લેબ લેવલે, પહોંચતાં 55 હજાર, સ્લેબ લેવલે પહોંચતાં 1 લાખ, ફિનિશીંગ કામે 70 હજાર અને કામ પૂરું થયે 50 હજાર મળી તબક્કાવાર ફોટો યોજના મુજબના 3.50 લાખની સહાયની તબક્કાવાર ચુકવણી કરાય છે.

યોજના હેઠળ કામગીરીની પ્રગતિ સરકારી સોફ્ટવેરમાં અપડેટ કરવા માટે કામગીરીના તબક્કાવાર ફોટા ઓનલાઈન કરવામાં આવે છે. જે માટે સરકારે નવસારીની સ્થપતિ ડિઝાઇન એન્ડ કન્સલ્ટન્ટ પ્રા. લિ.ની નિમણૂક કરી છે. જેઓ તબક્કાવાર કામગીરીના ફોટા પાડી તેમના ફોટા અપલોડ કરવામાં આવે છે. તેમની આ કામગીરી બાદ તબક્કાવાર પૈસાની ચુકવણી લાભાર્થી ઓના ખાતામાં જમા કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની અટકી પડેલી કામગીરીના કારણે લાભાર્થીઓને મુશ્કેલી. તસવીર-પ્રબોધ ભીડે

સરકારના સોફ્ટવેરમાં જ ખામી સર્જાઈ હતી

આ સમગ્ર બાબતે સ્થપતિ ડિઝાઇન એન્ડ કન્સલ્ટન્ટ પ્રા.લી. નવસારીના શેખર દેસાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારના સોફ્ટવેરમાં ખામી સર્જાઈ હતી. જેથી ફોટો અપલોડ થતા ન હતા તેમજ સ્થળથી 10 કિ.મી. દૂરનાં દૃશ્યો દેખાતાં હતા જે સોફ્ટવેરની ખામી દૂર કરાઈ છે. જે બાદ કેટલાક લાભાર્થીઓના પૈસા તેમના ખાતા માં જમા પણ થયા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનો નીવેડો આવી જશે. સરકારના સોફ્ટવેરની ખામીના કારણે ઉદભવેલી આ સમસ્યાના કારણે લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. શેખર દેસાઈ, સ્થપતિ ડિઝાઇન, નવસારી

X
Bilimora - ગણદેવીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ મુશ્કેલીમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App