તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Bilimora
  • Bilimora 6 માસથી ટલ્લે ચઢેલા દુવાડા ગ્રા.પં.નું 6.86 લાખનું બજેટ અંતે મંજૂર

6 માસથી ટલ્લે ચઢેલા દુવાડા ગ્રા.પં.નું 6.86 લાખનું બજેટ અંતે મંજૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકાના દુવાડા ગ્રામ પંચાયતનું વર્ષ 2018-19 ના વર્ષનું રૂ. 6,86,500/- નું અંદાજપત્ર ગત માર્ચ મહિનામાં નામંજૂર થતું હતું. ગાંધીનગર સુધી પહોચેલ આ પ્રકરણનો અંતે સુખ રૂપ નિવેડો આવતા શુક્રવારે યોજાયેલા દુવાડાની સામાન્ય સભામાં બજેટ સર્વાનુમતે મંજુર થતા ગ્રામજનોમાં આનંદ વ્યાપ્યો હતો. ગામના વિકાસ કામોને પ્રગતિ મળશે.

ગણદેવી તાલુકાના દુવાડા ગામ પૂર્વ પટ્ટી તરફ આવેલ ગામ છે. દુવાડા ગામમાં 1066 ગ્રામજનો વસવાટ કરે છે. ગામમાં 8 વોર્ડ છે. મનોજકુમાર ભરતભાઇ પટેલ હાલમાં સરપંચપદે ગામની ભાગદોડ સંભાળી રહ્યાં છે. ગત માર્ચ મહિનામાં પંચાયત ની સામાન્ય સભામાં ગ્રામપંચાયત દુવાડા ખાતે ગામનું નાણાંકીય વર્ષ 2018-19 માટે અંદાજપત્ર રજૂ કરવા સામાન્ય સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તે સમયે આ બજેટનો પંચાયતના ઉપસરપંચ દિલીપભાઈ પટેલના જૂથે વિરોધ નોંધાવતા બજેટ 4 વિરુદ્ધ 5 મતોથી નામંજૂર થયું હતું. દુવાડા ગ્રામપંચાયત સુપર સીડ થવાના એંધાણ વર્તાયા હતા. આ બજેટનું પ્રકરણ છેક ગાંધીનગર સુધી પહોંચ્યું હતું. જે બાદ ગામના સરપંચ અને ઉપસરપંચ બંનેએ ગામના વિકાસ કામમાં સહકાર સાધી સમજૂતી સાધતાં જે બાદ તા. 05.10.2018 નાં રોજ શુક્રવારે બપોરે બજેટ માટેની સામાન્ય સભા ગ્રામપંચાયત કચેરીએ યોજાઈ હતી. આ સભામાં 8 વોર્ડ સભ્યો પૈકી 1 સભ્ય માંદગીના કારણે ગેરહાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...