બેરોજગારીથી કંટાળી યુવકનો આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરારેલવે સ્ટેશન અપલાઈન ઉપર ટ્રેન સામે પડતું મુકી એક યુવકે બેકારીના કારણે પોતાનું જીવન ટૂંકાવતા ગમગીની પ્રસરી હતી. તેના સાથી કામદારોએ મૃતક યુવકની ઓળખ કરી હતી, જે ઉંડાચનો પરીણિત યુવક હોવાનું જાણવા મળ્યું હતું.

સતીષ કાંતિલાલ હળપતિ (ઉ.વ. 28, રહે. મહાદેવનગર, લુહાર ફળિયા, ઉંડાચ) છૂટક મજૂરી કરી પોતાનો ઘરપરિવાર ચલાવતો હતો. બીલીમોરા સરા ફાટક પાસે ભરાતા કામદારોના સમૂહમાં રોજેરોજ તે પણ ઉભો રહેતો હતો. જરૂરિયાત મુજબ લોકો કામદારોને મજૂરી અર્થે લઈ જતા હોય છે. સતીષ પણ કામકાજ અર્થે અહીં આવતો કોઈવાર કામ મળતું અને કોઈવાર મળતું હતું. છેલ્લા કેટલાય સમયથી કોઈ કામકાજ તેનું મળ્યું હતું.

શનિવાર સવારે પણ સતીષ કામની શોધમાં અહીં આવ્યો હતો પરંતુ કામ નહીં મળતા નાસીપાસ થઈ ગયો હતો. રોજિંદી કામકાજ મળતા આવક પણ બંધ થઈ ગઈ હતી. જેથી કામ નહીં મળવાના કારણે અંતે ચિંતાગ્રસ્ત સતીષે અંતિમ પગલું લેવાનું વિચારી શનિવારે સવારે 9 કલાકે મુંબઈ તરફ જતી અપલાઈન પરથી પસાર થતી અમદાવાદ પેસેન્જર ટ્રેન આગળ પડતુ મુકતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ટ્રેનના ડ્રાઈવરે ઘટનાની જાણ સ્ટેશન અધિક્ષક લક્ષ્મીચંદને કરી હતી. રેલવે પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. સતીષ સાથેના કામદારોએ તેની ઓળખ કરી હતી. રેલવે પોલીસના અનિલ મનજી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.