બીલીમોરામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાપોલીસ સ્ટેશનનાં બે અલગ અલગ ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા પોલીસે બે નાસતા ફરતા આરોપીઓને ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ઝડપી પાડ્યા હતા. જેમાં એક આરોપી બીલીમોરા પોલીસનાં વર્ષ 2015માં દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ધર્મેશ ઉર્ફ ધમો સુમનભાઇ કોળી પટેલ ઉ.વ 29, રહે.પોંસરી) તેમજ બીજા એક કેસમાં નાસતો ફરતો આરોપી વિરલ ઉર્ફે જગો સુરેશભાઇ પટેલ (ઉ.વ. 21, રહે. સોમનાથ રોડ,બીલીમોરા)ને ઝડપી પાડ્યો હતો.

આમ અલગ અલગ ગુનાના બંને આરોપીઓને ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ઝડપી પાડી તેમને જેલમાં ધકેલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...