તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલીમોરામાં ચરોતર પાટીદાર સમાજનું સ્નેહમિલન યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાપાંચાલ સમાજવાડી ખાતે ચરોતર પાટીદાર સમાજનો સ્નેહમિલન સમારંભ સમાજના નવા વરાયેલા પ્રમુખ રીપલભાઇ પટેલનાં આગેવાનીમાં યોજાયો હતો. પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓનું તેમજ વડીલોનું સન્માન કરી સમાજની ઉપલબ્ધી વર્ણવવામાં આવી હતી.

બીલીમોરા તેમજ તેના આજુબાજુમાં વસ્તા ચરોતર પાટીદાર સમાજ બીલીમોરાનો 21મો સ્નેહમિલન સમારંભ પાંચાલ વાડી ખાતે યોજાયો હતો. સમાજના નવનિયુક્ત પ્રમુખ રીપલભાઇ પટેલની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થયા હતા. વિદાય લેતા પ્રમુખ મિલનભાઇ પટેલે નવી ટીમનું સ્વાગત કરી તેમનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આંતકવાદી હુમલામાં શહીદો તેમજ ગત વર્ષ દરમિયાન અવસાન પામેલા સમાજના લોકોની આત્માની શાંતી અર્થે 2 મિનિટ મૌન પાળી તેમને શ્રદ્ધાસુમન અર્પિત કરાયા હતા. સમાજના વડીલ ચંદુભાઇ પટેલનું 75 વર્ષ પૂર્ણ કરતા તેમનું સન્માન કરાયું હતુ. સમાજના નર્સરીથી ઉચ્ચ અભ્યાસ કક્ષા સુધીમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેમને ચાંદીના મેડલ આપવામાં આવ્યા હતાં. સમારંભના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે સમાજમાં શિક્ષણનું સ્તર હજુ સુધરે તેમજ સમાજે ગોર પ્રથામાંથી બહાર આવવાની સૂચનો કર્યા હતા.

સમાજ પ્રગતિનાં પંથે આગળ વધશે એમ જણાવ્યું હતું. સમાજના નવનિયુક્ત પ્રમુખ રીપલ પટેલે સમાજમાં સંગઠનની ભાવના વધે તથા યુવાનો વિવિધ સામાજિક પ્રવૃત્તિમાં રસ લેતા થાય તેવા પ્રયત્નો કરવા હાંકલ કરી હતી.

ચરોતર પાટીદાર સમાજના સમારંભમાં મહેન્દ્રભાઇ પટેલ,રજનીભાઇ પટેલ, શશીકાંતભાઇ, વિશ્વેશભાઇ વગેરે તથા મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રીત થયા હતા.

સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો. તસવીર-ભાસ્કર

સમાજના તેજસ્વિ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...